આયાતી અનાજ-કઠોળમાં દવા છંટકાવનાં ધોરણો કડક બનશે

આયાતી અનાજ-કઠોળમાં દવા છંટકાવનાં ધોરણો કડક બનશે
આયાત નિયંત્રિત કરવાનો વધુ એક માર્ગ
નવી દિલ્હી, તા. 14 (કોજેન્સીસ) કૅનેડા, ફ્રાન્સ અને અમેરિકાથી આયાત કરવામાં આવતાં કઠોળ અને અનાજમાં દવા છંટકાવનાં ધોરણો કડક બનાવવામાં આવશે.
અનાજની આયાત ઘટે અને સ્થાનિક ભાવને ટેકો મળી રહે તે માટે સરકારનો હેતુ એ છે કે અનાજ અને કઠોળના નિકાસકાર દેશોમાંથી માલ આયાત થાય તે પહેલાં મિથાઈલ બ્રોમાઈડ સહિતના જંતુઘ્ન ઔષધોનો છંટકાવ કર્યો ન હોય તો કડક દંડ અત્યારે લગાવે છે, પરંતુ ભારતે કૅનેડા, ફ્રાન્સ અને અમેરિકાને એવી છૂટ આપી હતી કે ભારતીય સમુદ્રની હદમાં આવ્યા પછી મિથાઈલ બ્રોમાઈડને સ્થાને એલ્યુમિનિયમ ફોસ્ફાઈડનો છંટકાવ વાપરી શકે અને આ માટે તેમને દંડ નહીં લાગે.
સરકાર હવે આ દેશોને આપેલી છૂટછાટ પાછી ખેંચી લેવા માગે છે. તેને સ્થાને કઠોળની આયાત પર અન્ય નિયંત્રણો લગાવશે એમ એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. કેનેડાને અપાયેલી છૂટછાટ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ છે. ફ્રાન્સની આ મહિને પૂરી થશે અને જ્યારે અમેરિકાને અપાતી છૂટછાટ ડિસેમ્બરમાં પૂરી થશે. આ છૂટછાટ ફરીથી આપવાની કોઈ યોજના નથી.
ભારત આ ત્રણ દેશોમાંથી 18-20 લાખ ટન સફેદ વટાણાની અને કેટલાક જથ્થામાં ચણાની આયાત કરે છે.
જંતુરહિત કરવાના કડક નિયમોથી આયાતકારોને ચણા અને સફેદ વટાણાની આયાત મોંઘી બની શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer