દરેક પટેલ સરદાર પટેલના વારસદાર : શક્તિસિંહ ગોહિલનો બચાવ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 : કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંજય જોશીની સીડી  બનાવનાર લોકોએ હાર્દિક પટેલ પર જે ગંદી રાજનીતિ કરી છે તેના સંદર્ભમાં અપાયેલી પ્રતિક્રિયાને ભાજપ દ્વારા વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતમાં જનતાના આશીર્વાદ કૉંગ્રેસ તરફ છે અને જનતાનો આક્રોશ ભાજપા સામે છે. જેનાથી ભાજપની હાર નિશ્ચિત જણાતા ભાજપા પાયાવિહોણી  અને જુઠ્ઠી વાતો કરી રહી છે. સરદાર વલ્લભભાઇ પટેલ લોખંડી પુરુષ હતા અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના 25 વર્ષ પ્રમુખ રહ્યા હતા. આ સરદાર સાહેબના નામની વાતને સદંતર ખોટી બાબતમાં જોડીને ભાજપના જે હવાતિયા ચાલી રહ્યા છે તેનાથી ગુજરાતમાં ભાજપને વધારે નુકસાન થશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer