જવાહરલાલ નહેરુને 128મી જન્મજયંતીએ વડા પ્રધાન - રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

જવાહરલાલ નહેરુને 128મી જન્મજયંતીએ વડા પ્રધાન - રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ


નવી દિલ્હી, તા. 14 (પીટીઆઈ) : ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને તેમની 128ની જન્મજયંતી નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જવાહરલાલ નહેરુને યાદ કરીને તેમને અંજલિ આપી હતી.

`શ્રી જવાહરલાલ નહેરુને હું તેમની 128ની જન્મજયંતીના અવસરે શ્રદ્ધાંજલિ આપું છું' એમ ટ્વીટર પર રાષ્ટ્રપતિ કોવિન્દે જણાવ્યું હતું.

હાલ મનિલામાં ઇન્ડિયા એશિયન સમિટમાં હાજર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટવીટ કરીને જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ આપી હતી. કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પણ અંજલિ આપી હતી.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે સવારે શાંતિવન ખાતે નહેરુના સ્મારક ખાતે જઇને તેમને પુષ્પાંજલિ આપી હતી.

1889માં આજના દિવસે નહેરુનો અલાહાબાદ ખાતે જન્મ થયો હતો.© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer