આતંકવાદના મામલે મનિલામાં મોદીની સંયુકત લડતની હિમાયત

આતંકવાદના મામલે મનિલામાં મોદીની સંયુકત લડતની હિમાયત
મનિલા, તા. 14 : ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વિસરતા તેવરનો દેખીતો ઉલ્લેખ કરીને પ્રહારો કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રાસવાદનો  અસરકારક સામનો કરવા માટે ક્ષેત્રિય સહકારને તીવ્ર બનાવવાનો કોલ આપ્યો હતો અને સંશાધન સમૃદ્ધ ક્ષેત્ર માટે નિયમાધારિત સુરક્ષા માળખાં પર ભાર મૂક્યો હતો. દરમ્યાન અહીં આસિયાન-ઇન્ડિયા શિખર પરિષદમાં સંબોધન દરમ્યાન મોદીએ પૂર્વ-એશિયા શિખર સાથે કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

અહીં શિખર બેઠક દરમ્યાન સંબોધનમાં મોદીએ ત્રાસવાદને આ ક્ષેત્રનો  સૌથી મહા પડકાર ગણાવ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer