કૉંગ્રેસે હાર્દિકની સરખામણી સરદાર પટેલ સાથે કરતાં અમદાવાદ-સુરતમાં આક્રોશ

કૉંગ્રેસે હાર્દિકની સરખામણી સરદાર પટેલ સાથે કરતાં અમદાવાદ-સુરતમાં આક્રોશ
શક્તિસિંહ ગોહિલનાં પૂતળાં ફૂંકાયાં, દરેક પટેલમાં સરદાર પટેલના ડી.એન.એ. : ગોહિલનો બચાવઅમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 14 : કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પાસ નેતા હાર્દિક પટેલની સરદાર પટેલ સાથે સરખામણી કરી તેનામાં સરદાર સાહેબના ડીએનએ હોવાનું જણાવતું નિવેદન કરતા ભારે હોબાળો સર્જાયો છે. ભાજપ દ્વારા આજે શક્તિસિંહના આ નિવેદનના વિરોધમાં રાજ્યમાં ઠેરઠેર શક્તિસિંહના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર  અમદાવાદ શહેર ભાજપ દ્વારા ખાનપુર શહેર કાર્યાલય ખાતે શક્તિસિંહ  ગોહિલના પૂતળાનું દહન તેમ જ કૉંગ્રેસ તેરી જાતિવાદી, રાજનીતિ નહીં ચલેગી જેવા સૂત્રો સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. આ દેખાવોમાં શહેર સંગઠનના તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો, મ્યુ.કોર્પોરેટરો તેમ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

જ્યારે  નિકેલમાં ચાર રસ્તા પાસે શક્તિસિંહનું પૂતળાદહન કરવામાં આવ્યું હતું તેમ જ શક્તિસિંહ અને કૉંગ્રેસ હાય હાયના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ભાજપના કાર્યકરોએ સરદાર પટેલ કા યે અપમાન નહીં સહેંગે તેમ જ સરદાર પટેલ રાષ્ટ્રપુરુષ, કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવિરોધી જેવાં સૂત્રો લખેલા બૅનરો સાથે પ્રદર્શન પણ કર્યુ હતું.  © 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer