ચિત્રાંગદા સિંહની બૉલીવૂડમાં સેકન્ડ ઈનિંગ્સ

ચિત્રાંગદા સિંહની બૉલીવૂડમાં સેકન્ડ ઈનિંગ્સ
ચિત્રાંગદા સિંહે વર્ષ 2003માં સુધીર મિશ્રાની ફિલ્મ `હઝારોં ખ્વાહિશેં ઐસી' દ્વારા બોલીવૂડમાં અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં તેના અભિનયની સમીક્ષકોએ ભરપૂર પ્રશંસા કરી હતી અને તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની `બીજી સ્મિતા પાટીલ' ગણાવી હતી. 
જોકે, આ ફિલ્મ પછી બે વર્ષ ચિત્રાંગદા અદૃશ્ય થઈ ગઈ હતી અને તે 2006માં સુધીર મિશ્રાની વધુ એક ફિલ્મ `કલ : યસ્ટર ડે ઍન્ડ ટુમોરો'માં ફરી દેખાઈ હતી.
તેણે 2008માં ઓનીરની ફિલ્મ `સૉરી ભાઈ' માં પણ અભિનય કર્યો હતો.
હવે ચિત્રાંગદાએ ટાઈગર શ્રોફની ફિલ્મ `મુન્ના માઈકલ'માં કેમિયો રોલ કર્યા બાદ નિખિલ અડવાણીની ફિલ્મ `બાઝાર' દ્વારા બોલીવૂડની સેકન્ડ ઇનિંગ્સનો આરંભ કર્યો છે, જેમાં હીરોની  ભૂમિકામાં સૈફ અલી ખાન છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer