અશ્વિન-જાડેજા પાસેથી ઘણું શીખવાનું છે : કુલદીપ

અશ્વિન-જાડેજા પાસેથી ઘણું શીખવાનું છે : કુલદીપ
કોલકતા તા.14: ટીમ ઇન્ડિયાના યુવા ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવે કહયું છે કે એ વાત સાચી કે મેં અને ચહલે ટી-20 અને વન ડેમાં તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું છે, પણ અમારી જોડી અશ્વિન-જાડેજાને ટકકર આપી શકે નહીં. તમે આંકડા જોઇ શકો છો. આ બન્ને મહાન સ્પિનર છે. તેમણે કેટલું બધું હાંસલ કર્યું છે. અમે ઇચ્છીએ છીએ તેઓ અમને શિખવાડે. સલાહ આપે. જેથી અમે વધુ સારી બોલિંગ કરી શકીએ. તેઓ અમને ઘણીવાર શિખ આપે છે કે મુશ્કેલ હાલતમાં કેવી રીતે બોલિંગ કરવી જોઇએ. કુલદીપે એમ પણ કહયું કે ધોનીના ટીમમાં રહેવાથી અમને ઘણી મદદ મળે છે. વિકેટની પાછળ ધોનીનું હોવું ટીમ માટે ઘણું ફાયદાકારક રહે છે. ધોની ટીમનું કામ આસાન કરે છે. કુલદીપે ટેસ્ટ વિકેટકીપર રિધ્ધિમાન સાહાની પણ પ્રશંસા કરી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer