શ્રીલંકા વિ. ટેસ્ટમાં નંબર વન બની રહેવાનું લક્ષ્ય : રહાણે

શ્રીલંકા વિ. ટેસ્ટમાં નંબર વન બની રહેવાનું લક્ષ્ય : રહાણે
કોલકતા તા.14: ભારતીય ટેસ્ટ ટીમના ઉપસુકાની અંજિકયા રહાણેએ કહયું છે કે શ્રીલંકાનો 9-0થી કરાયેલો સફાયો નવી શરૂ થનારી સિરીઝ પર કોઇ અસર કરશે નહીં. અમારું લક્ષ્ય ટેસ્ટમાં નંબર વનનો તાજ જાળવી રાખવાનો છે. શ્રીલંકાના પાછલા પ્રવાસમાં ભારતે તમામ ફોર્મેટમાં શ્રીલંકાનો સફાયો કર્યોં હતો. હવે શ્રીલંકાની ટીમ ભારતમાં રમવા આવી છે. જેનો પહેલો ટેસ્ટ મેચ કોલકતામાં 16મીથી શરૂ થઇ રહયો છે.
અહીં આજે અભ્યાસ સત્ર બાદ રહાણેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે નંબર વન પર ટકી રહેવાના ઇરાદે મેદાને પડશું. શ્રીલંકા સામે અમે ભલે અગાઉ જીત મેળવી હોય, પણ અમે તેને હળવાશથી લઇ રહયા નથી. દ. આફ્રિકાના પ્રવાસ પહેલા તૈયારી માટેની આ સારી શ્રેણી છે. આથી આ શ્રેણી ટીમ માટે ઘણી મહત્વની છે. રણજી ટ્રોફીમાં પોતાના નબળા ફોર્મ પર રહાણેએ કહયું એથી હું ચિંતિત નથી. હું સારી બેટિંગ કરી રહયો છું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer