નિવૃત્તિ પછી ઈપીએફનું વ્યાજ કરપાત્ર ગણાશે : આઈટીએટી

નિવૃત્તિ પછી ઈપીએફનું વ્યાજ કરપાત્ર ગણાશે : આઈટીએટી
મુંબઈ, તા. 16 : એમ્પલોયસ પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ)માં  રહેલા નાણાભંડોળ થકી મળનાર વ્યાજની આવક કર્મચારીના નિવૃત્ત થયા પછી પણ આવકવેરાપાત્ર છે. બેંગલોરની ઈન્કમટૅક્સ ઓમેલેટ ટ્રીબ્યુનલ (આઈટીએટી) એક કર્મચારીની અરજીના સંદર્ભે આવકવેરા ચૂકવવાના નિયમને મહોર મારી દીધી છે.
અર્નેસ્ટ ઍન્ડ યંગના ભાગીદાર અમલપાલ ચઢ્ઢાએ આ અંગે જણાવ્યું છે કે કર્મચારીઓ ઈપીએફ ભંડોળ પરના વ્યાજની આવકને વેરામુક્ત સમજવાની ભૂલ કરતા હતા, પરંતુ હવે આઈટીઓટીએ સ્પષ્ટ કર્યું છે કે કર્મચારી નિવૃત્ત થયા પછી ઈપીએફ ફંડમાંથી વ્યાજ મેળવશે તો આવકવેરો ભરવો પડશે.
અગાઉ નવેમ્બર 16માં બહાર પડાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કર્મચારીની નિવૃત્તિ પછી પણ તેનું ઈપીએફ ખાતું ઓપરેટીવ ગણાશે. જોકે 55 વર્ષ પછી નિવૃત્ત થનાર કર્મચારીને ઈપીએફ ભંડોળમાંથી આવક માટે ત્રણ વર્ષની વ્યાજમુક્તિ ચાલુ રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer