ટીવી પર કામ કરવા હજી હું તૈયાર નથી : વિદ્યા

ટીવી પર કામ કરવા હજી હું તૈયાર નથી : વિદ્યા
સૌથી પહેલાં ટીવી સિરિયલ `હમ પાંચ'થી જ પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનારી વિદ્યા બાલને ત્યાર બાદ લાંબી મજલ કાપી છે અને ફિલ્મના માધ્યમને અપનાવ્યું છે. આ ગાળામાં તેણે પરિણીતા, ડર્ટી પિક્ચર, અધુરી કહાની, ભૂલભલૈયા, કહાની જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય આપ્યો છે.
વિદ્યાએ તાજેતરમાં જણાવ્યું હતું કે `હું બે વર્ષ પહેલાં ટીવીના માધ્યમની લગોલગ જ પહોંચી ગઈ હતી. તે એક મહત્ત્વાકાંક્ષી `ટૉક શો' હતો. જોકે, તેની વચ્ચે કંઈક એવું બની ગયું જેને કારણે વિદ્યા બાલનને રૂપેરી પડદા તરફ નજર દોડાવવાની તક પ્રાપ્ત થઈ. આ ઉપરાંત વિદ્યા વેબ સિરીઝમાં કામ કરવાનું સુધ્ધાં વિચારી રહી છે. દરમિયાન વિદ્યાની ફિલ્મ `તુમ્હારી સુલ્લુ' રજૂઆતના પંથે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer