બૉક્સ અૉફિસના `જંગ'' વિશે ડૅડ અને મારી વચ્ચે વાતચીત થતી નથી : સની દેઓલ

બૉક્સ અૉફિસના `જંગ'' વિશે ડૅડ અને મારી વચ્ચે વાતચીત થતી નથી : સની દેઓલ
આમિર ખાનની ફિલ્મો સાથે બૉક્સ અૉફિસ પર બે વખત `ટક્કર'ના સાક્ષી બનનારા સની દેઓલ માટે હવે આ બાબત નવી નથી રહી. વર્ષ 2017માં પણ તેની ફિલ્મ `પૉસ્ટર બૉઈઝ' અને અર્જુન રામપાલની `ડેડી' એક જ દિવસે રિલીઝ થઈ હતી.
વર્ષ, 1990માં સનીની  `ઘાયલ' અને આમિરની `િદલ' ફિલ્મો તેમ જ 2001માં તેમની જ ફિલ્મો અનુક્રમે `ગદર' અને `લગાન' એક જ દિવસે રિલીઝ થઈ હતી. જોકે, સનીનું કહેવું છે કે, હું નથી ધારતો કે આ રીતે એકસાથે રિલીઝથી કંઈ પણ ફરક પડતો હોય. અરે ડૅડના સમયમાં સુધ્ધાં આ બાબતનું કંઈ જ ઔચિત્ય કે મહત્ત્વ ન હતું. તેથી આ મુદ્દે મારી અને ડૅડ વચ્ચે કદી પણ વાતચીત થઈ નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer