ચાઇના અૉપનમાં સિંધુ કવાર્ટર ફાઇનલમાં : સાઇના અને પ્રણોય બહાર

ચાઇના અૉપનમાં સિંધુ કવાર્ટર ફાઇનલમાં : સાઇના અને પ્રણોય બહાર
ફુઓજ તા.16: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી વિશ્વ નંબર બે પીવી સિંધુ ચાઇના ઓપન સુપર સિરીઝના કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. આજે રમાયેલા બીજા રાઉન્ડના મેચમાં સિંધુએ ચીનની યુવા ખેલાડી હાન યૂને બે સીધા સેટમાં 21-1પ અને 21-13થી હાર આપી હતી.
બીજી તરફ ભારતની અનુભવી બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને યુવા ખેલાડી એચએસ પ્રણોય ચાઇના ઓપન સુપર સિરીઝના બીજા રાઉન્ડમાં હારીને ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા છે. બીજા રાઉન્ડમાં સાઇનાને પાંચમા નંબરની જાપાની ખેલાડી અકાને યામાગૂચી સામે 18-21 અને 11-21થી હાર મળી હતી. જયારે વિશ્વમાં 11મો ક્રમ ધરાવતો એચએસ પ્રણોય ઉલેટફેરનો શિકાર બનીને પ3મા ક્રમના હોંગકોંગના ખેલાડી લી ચ્યૂક યૂ સામે હારી ગયો હતો. હોંગકોંગના ખેલાડીએ પ્રણોયને 21-19 અને 21-7થી હાર આપી હતી.
પીવી સિંધુએ અગાઉ ગઇકાલે પહેલા રાઉન્ડમાં 13મા નંબરની જાપાની ખેલાડી સયાકા સાતોને રસાકસી બાદ 24-22, 23-21થી હાર આપી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer