કેજરીવાલ પર આધારિત ફિલ્મની રિલીઝ રોકવાની સુપ્રીમની ના

નવી દિલ્હી, તા. 16: ફિલ્મસર્જકો અને લેખકોને વાણી તથા અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માણવા છૂટ હોવી જોઈએ અને તેઓના આવા અધિકાર પર અંકુશ મૂકી ન શકાય એમ સર્વોચ્ચ અદાલતે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આધારિત ફિલ્મ `એન ઈનસિગ્નિફિકન્ટ મેન'ને રિલીઝ થતી રોકવા માગણી કરતી અરજી નકારી દેતાં આજે જણાવ્યું હતું.
સંજય લીલા ભણસાળી નિર્દેશિત `પદ્માવતી' સામે દેશવ્યાપી સ્તરે ભભૂકતા વિરોધની પશ્ચાદભૂમાં અદાલતે આવું નિરીક્ષણ કરતા એ મુદ્દે ભાર મૂકયો હતો કે તમામ સર્જનાત્મક લોકોને તેઓના ફિલ્મ/ નાટક નિર્માણકાર્ય માટે આવો અધિકાર હોવો જોઈએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer