અમિત શાહનું કમલમ્માં અચાનક આગમન, ભાજપના નેતાઓ સાથે માટિંગ કરી

અમિત શાહનું કમલમ્માં અચાનક આગમન, ભાજપના નેતાઓ સાથે માટિંગ કરી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.16 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું અચાનક આજે ભાજપના મુખ્ય કાર્યલય કમલમ ખાતે આગમન થયું હતું. આજે દિવસભર ચાલેલી ઘટનાક્રમમમાં ભાજપના નેતાઓ પર પાટીદાર અનામત આંદોલન  સમિતિ દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપો અને ત્યારબાદ ભાજપના નેતાઓ દ્વારા રિએક્શન આપવામાં આવતા અમિત શાહની મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. 
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની માટિંગ ચાલી રહી છે. આ માટિંગમાં ગુજરાતની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે ત્યારે અમિત શાહની મુલાકાત એટલા માટે પણ મહત્વની બની રહી છે. કેટલાક ઉમેદવારોની બાદબાકી અને કેટલાક ઉમેદવારોને રુખસદ કરવાના મામલે મૂંઝવણ ચાલી રહી  હોવાથી અમિત શાહના આગમનને નવાજૂનીનાં સંકેતરૂપ પણ માનવામાં આવી રહ્યું છે. 
અમિત શાહે આવતાંની સાથે જ ભાજપના નેતા જીતુ વાઘાણી, ભીખુભાઇ દલસાણીયા અને પ્રદીપસિંહ જાડેજા સાથે માટિંગ કરી હતી અને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હોવાનું જાણવા મળે છે. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer