GST હેઠળની નેશનલ એન્ટિ પ્રોફિટિયરિંગ અૉથોરિટી (NAA)ને કૅબિનેટની મંજૂરી

GST  હેઠળની નેશનલ એન્ટિ પ્રોફિટિયરિંગ અૉથોરિટી (NAA)ને કૅબિનેટની મંજૂરી
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 16 : આડકતરા કરવેરાનો લાભ ગ્રાહકોને મળી રહે તે સુનિશ્વિત કરવા ઋજઝ હેઠળની નેશનલ એન્ટિ-પ્રોફિટિયરિંગ ઓથોરિટી (ગઅઅ) બનાવવાને આજે કૅબિનેટે મંજૂરી આપી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ઋજઝ ના અમલનો લાભ આમઆદમીને મળે તે સુનિશ્ચિત કરવાના તમામ સંભવિત પગલાં લેવાની સરકારની સંપૂર્ણ પ્રતિબદ્ધતા આ નિર્ણયમાં પ્રતિબિંબિત થાય છે. આ ઓથોરિટી દરેક રાજ્યમાંની સ્થાયી સમિતિ, ક્રીનિંગ સમિતિ તેમ જ સેન્ટ્રલ બોર્ડ અૉફ એક્સાઈઝ ઍન્ડ કસ્ટમ્સમાંના ડિરેક્ટર જનરલની બનેલી હશે, એમ જણાવતાં પ્રસાદે ઉમેર્યું હતું કે ગઅઅ બનવાથી ગ્રાહકોના વિશ્વાસમાં પણ વધારો થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રાહકોને ભાવઘટાડાનો લાભ ન મળ્યો હોય તેવું લાગે તો તેઓ રાહત માટે  ગઅઅ ને અરજી કરી શકે છે અને આ સંદર્ભમાં યોગ્ય પગલાં લેવા માટે સંસ્થાકીય માળખાની રચના કરવામાં આવી છે.
પ્રસાદે કહ્યું હતું કે ગ્રાહકોને ભાવઘટાડાનો લાભ ન મળતો હોય તો તેઓ તેમના રાજ્યની ક્રીનિંગ સમિતિને રાહત માટે અરજી કરી શકે છે. જો કોઈ વસ્તુની તેનાથી સામૂહીક અસર થવાની હોય તો સ્થાયી સમિતિને સીધેસીધી અરજી પણ કરી શકાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer