ફૂટી ગયેલું પેપર મોબાઈલ પર : વિદ્યાર્થિની પકડાઈ

મુંબઈ, તા. 17 : મુંબઈ યુનિવર્સિટીનું `ટીવાયબીએમએસ'ના સળંગ ત્રણ પેપર વૉટ્સઍપ પર ઝળક્યા પછી ગુરુવારે આ પરીક્ષાનું ચોથું પેપર પણ વૉટ્સઍપ પર ફૂટી ગયું છે. અંધેરીના પરીક્ષા કેન્દ્ર પ2ની વિદ્યાર્થીના મોબાઈલ પર આ પેપર જણાઈ આવતા આ અંગેની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ આ પેપર જે વિદ્યાર્થિની પાસેથી મળી આવ્યું તે વિલેપાર્લા કૉલેજની છે અને તે એમવીએમ કૉલેજ કેન્દ્ર પર પરીક્ષા આપવા ગઈ ત્યારે મોબાઈલ પર તે પેપર જોતી હોવાની જાણ સુપરવાઈઝરને થઈ હતી અને તેમણે આ અંગેની માહિતી પ્રિન્સિપાલને આપતા યુનિવર્સિટીનો સંપર્ક સાધવામાં આવતા વિદ્યાર્થિનીનો ફોન તાબામાં લઈ એક અલગ રૂમમાં તેને ઉત્તરપત્રિકા લખવાની છૂટ આપવામાં આવી હતી.
યુનિવર્સિટીએ હવે પેપર ફૂટવાના પ્રકરણમાં ત્રણ જણાની સમિતિની નિમણૂક કરી છે. અને પોલીસ આ  અંગેની વધુ તપાસ ચલાવી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer