13 વર્ષ પછી મૂડીઝે સુધાર્યું ભારતનું રાટિંગ

13 વર્ષ પછી મૂડીઝે સુધાર્યું ભારતનું રાટિંગ
નવી દિલ્હી, તા. 17 : અમેરિકી એજન્સી Moody'sએ 13 વર્ષ પછી ભારતના રાટિંગમાં સુધારો કર્યો છે. એજન્સીએ શુક્રવારે ભારતનું રાટિંગ Baa3થી વધારીને Baa2 કરી દીધું છે. Moody'sએ ભારતનું ક્રેડિટ રાટિંગ વધારવાનું કારણ ઈકોનોમી અને ઈન્સ્ટિટ્યૂશન રિફોર્મ્સને ગણાવ્યું છે. તે પહેલાં 2004માં  Moody'sભારતનું રાટિંગ Baa3 જાહેર કર્યું હતું. રોકાણ ક્ષેત્રે Baa3ને સૌથી નીચો ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ માનવામાં આવે છે. 
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે Moody'sએ તેમના નિવેદનમાં કહ્યું છે કે, ભારતનું રાટિંગ અપગ્રેડ થવાનું કારણ ઈકોનોમી રિફોર્મ્સ છે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ ભારતના ગ્રોથમાં વધારો થશે. તે વાતની પણ શક્યતા છે કે, મિડિયમ ટર્મમાં સરકાર પર દેવાના ભારણમાં પણ ઘટાડો થઈ શકે છે. 
અમારું માનવું છે કે, રિફોર્મ્સને યોગ્ય રીતે લાગુ કરવાથી ધીમે ધીમે દેવામાં ઘટાડો અને ગ્રોથમાં વધારો થવાની શક્યતા છે. 
જોકે, Moody'sએ એવી સલાહ પણ આપી છે કે, ભારતે એવું પણ ધ્યાન રાખવું જોઈએ કે, વધારે પડતું દેવું તેની ક્રેડિટ પ્રોફાઈલ ખરાબ ન કરી દે. નોંધનીય છે કે, Moody'sની ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારત સરકારની લોકલ અને ફોરેન કરન્સી ઈશૂએર રાટિંગને વધારીને ઇફફ2 કરી દીધી છે. 
ભારતમાં થઈ રહેલા ઈન્સ્ટિટ્યુશનલ રિફોર્મ્સ ગ્રોથને ગતિ આપશે. મોદી સરકાર પાસે તેમના કાર્યકાળનો હજુ અડધો સમય બાકી છે. આશા છે કે સરકાર રિફોર્મ્સને લઈને મહત્ત્વના નિર્ણયો લેશે. 
ભારત સરકાર અત્યારે પણ ઘણાં રિફોર્મ્સના મોડલ તૈયાર કરી રહી છે. જો તેને યોગ્ય સમયે લાગુ કરવામાં આવશે તો દેશમાં બિઝનેસ અને પ્રોડ્ક્ટિવિટી વધશે અને સાથે જ વિદેશી મૂડીરોકાણમાં પણ વધારો થશે. 
ભારતના રિફોર્મ્સ પ્રોગ્રામ્સની ખાસિયત એ છે કે, તેમાં ઝટકો સહન કરવાની તાકાત છે, જે દર્શાવે છે કે, દેશમાં ગ્રોથની અને દુનિયાની સામે ઊભા રહેવાની તાકાત ખૂબ મજબૂત છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer