જેસુસ બની શકે છે બ્રાઝિલનો આગામી રોનાલ્ડો : ગાર્ડિયોલા

જેસુસ બની શકે છે બ્રાઝિલનો આગામી રોનાલ્ડો : ગાર્ડિયોલા
માન્ચેસ્ટર, તા. 19 : માન્ચેસ્ટર સિટીના મુખ્ય કોચ પેપ ગાર્ડિયોલાએ ક્લબના ફોરવર્ડ ગેબ્રિયલ જેસુસની પ્રશંસા કરતા કહ્યું છે કે, જેસુસમાં બ્રાઝીલના આગામી રોનાલ્ડો બનવાની આવડત છે. બ્રાઝીલના જેસુસ 2017માં માન્ચેસ્ટર સિટી ક્લબમાં સામેલ થયો હતો અને અત્યાર સુધીમાં તેણે ટીમ માટે 20 મેચમાં 14 ગોલ કર્યા છે. ગાર્ડિયોલાએ કહ્યું હતું કે, તેમના મતે જેસુસ બોલ સાથે વધારે દોડે છે. જો તે બોલ સાથે ઓછું દોડતા શીખી જશે તો રોનાલ્ડોની જેવો ફેટબોલર બનશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer