કોલકત્તા ટેસ્ટ : ધવન-રહાણેની મદદથી ભારતે સરસાઈ મેળવી

કોલકત્તા ટેસ્ટ : ધવન-રહાણેની મદદથી ભારતે સરસાઈ મેળવી
કલકત્તા, તા. 19 : કલકત્તા ટેસ્ટના ચોથા દિવસે ભારતે શ્રીલંકા સામે સરસાઈ મેળવી લીધી છે. શિખર ધવનના 94 અને કે.એલ રાહુલના 73 રનની મદદથી ચોથા દિવસના અંત સુધીમાં ભારતે 1 વિકેટે 171 રન બનાવી લીધા હતા.દિવસના અંતે ચેતેશ્વર પુજારા અને રાહુલ નોટઆઉટ રહ્યા હતા. શ્રીલંકા તરફથી એક માત્ર સફળતા દાસુન શનાકાને મળી હતી. શનાકાએ શિખર ધવનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
શ્રીલંકાએ ભારતને પ્રથમ ઈનિંગમાં 172 રનમાં ઓલઆઉટ કર્યા બાદ 294 રન ફટકારીને 122 રનની સરસાઈ બનાવી લીધી હતી.શ્રીલંકા તરફથી ચોથા દિવસે રંગના હેરાથે 105 બોલમાં 67 રનની ઈનિંગ રમીને શ્રીલંકાનો સ્કોર આગળ ધપાવ્યો હતો અને ભારત સામે સરસાઈમેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રીલંકાએ દિવસના પહેલા સત્રમાં કુલ ચાર વિકેટો ગુમાવી હતી. ત્યારબાદ હેરાથે સુરંગા લકમલ સાથે મળીને લંચ સુધીમાં ટીમનો સ્કોર 263 રન સુધી પહોંચાડયો હતો. ભારત તરફથી શમી અને ભુવનેશ્વર કુમારે 4-4 વિકેટો ખેડવી હતી.  બીજી તરફ ઉમેશ યાદવને બે સફળતા મળી હતી. શ્રીલંકાની સરસાઈ બાદ મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને બેટિંગમાં કોઈપણ મુશ્કેલી પડી નહોતી. ધવન સદીથી 6 રન દુર હતો ત્યારે ડ્રાઈવ રમવાના ચક્કરમાં વિકેટ પાછળ કેચ આઉટ થઈ ગયો હતો. ધવને અમ્પાયરના નિર્ણય અંગે રિવ્યુ પણ લીધો હતો. જો કે રિવ્યુમાં પણ ધવન આઉટ કરાર દેવાતા ભારતે એક રિવ્યુ ગુમાવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer