દિલ્હીથી મીરા રોડ ફરવા આવીને સોનાની નવ ચેન આંચકી લેનારા ત્રણ પકડાયા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : દિલ્હીથી મુંબઈમાં ફરવા આવીને ‘હાથસફાઈ’ કરતા ચોરોની મીરા રોડ પોલીસે ધરપકડ કરી છે.
દિલ્હીથી આકાશ લાલ અને ભીખુ તેઓના સગાંઓને મળવા અને ફરવા મીરા રોડ આવ્યા હતા. મીરા રોડમાં તેમના સગાં આકાશસિંહ અને વિમલસિંહના ઘરે ઉતર્યા હતા. તેઓની મદદથી ભીખુએ મોટરસાઇકલ ખરીદી હતી. માત્ર ચાર દિવસમાં મીરા રોડમાંથી સોનાની નવ ચેન આંચકી લીધી હતી. તેના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આકાશસિંહ અને વિમલસિંહની ધરપકડ કરી હતી એટલું જ નહીં બાદમાં દિલ્હીમાંથી આકાશ લાલની પણ ધરપકડ કરાઈ હતી. ચોથો આરોપી ભીખુ હજી ફરાર છે. ભીખુ ઉપર દિલ્હીમાં 75 કરતાં  વધુ ગુના નોંધાયેલા છે. ધરપકડ  કરાયેલા ત્રણ જણા પાસેથી પોલીસે 175 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer