કાલબાદેવીનો સમાવેશ કરતા ‘સી’ વૉર્ડમાં પાણી પુરવઠાનો સમય વધારવાની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ‘સી’ વૉર્ડના નાગરિકોને અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા કનડે છે. તેથી તેઓનો પાણી પુરવઠાનો સમય વધારીને સવારે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધીનો કરવામાં આવે એવી માગણી ભાજપના નગરસેવક આકાશ પુરોહિતે કરી છે.
મુંબઈ પાલિકાના આયુક્ત અજૉય મહેતાને લખેલા પત્રમાં આકાશ પુરોહિતે જણાવ્યું છે કે ‘સી’ વૉર્ડમાં દરરોજ બે લાખ લોકો કામધંધા માટે આવે છે. તેથી પાણી પુરવઠો વધવો જોઈએ. તેના માટે પાણી પુરવઠાનો સમય સવારે પાંચથી નવ વાગ્યા સુધી એટલે કે કુલ ચાર કલાકનો કરવો જોઈએ. આ વિસ્તારમાં મોટા ભાગના લોકો જૂની ઇમારતોમાંના નાના ઘરોમાં રહે છે. તેઓ પાસે પાણી પુરવઠો સંઘરવા માટે ઓવરહેડ ટાંકી બનાવવાનું મુશ્કેલ છે. ધોબીતળાવ પરિસરમાં વેલિંગ્ટન ટેરેસ અને કાલબાદેવી પરિસરમાં દાભોળકર વાડીમાં અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા છે તે વિશે પગલાં ભરાવા જોઈએ.
‘સી’ વૉર્ડમાં અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા છે. તે અંગે પણ પાલિકાએ વિનાવિલંબે પગલાં ભરવા જોઈએ એમ આકાશ પુરોહિતે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer