સરકાર દ્વારા ઇન્દિરા ગાંધીની જન્મશતાબ્દી નહીં ઊજવવાની બાબત શરમજનક : ચિદમ્બરમ

સરકાર દ્વારા ઇન્દિરા ગાંધીની જન્મશતાબ્દી નહીં ઊજવવાની બાબત શરમજનક : ચિદમ્બરમ
મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન પલાનીપ્યન ચિદમ્બરમે જણાવ્યું છે કે આપણો દેશ અને સરકાર ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની 100મી જન્મજયંતી ઉજ્વતી નથી એ બાબત ‘શરમજનક’ છે.
ચિદમ્બરમે આજે તાતા લીટરેચર લાઇવ ફેસ્ટિવલ ખાતે ‘િરમેમ્બરાગિં ઇન્દિરા કોમોરેટિવ હર સેન્ચેરી’ વિશે બોલતાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓ નિષ્ફળ ગઈ છે. તેથી તેઓ ‘ગરીબોના મિત્ર’ હોવાનો દેખાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અન્ય વડા પ્રધાનોની જેમ ઇન્દિરા ગાંધીની કામગીરીનું મૂલ્યાંકન થવું જોઈએ તેમાં તેઓ સામેના પડકારો જેવા મુદ્દાને પણ આવરી લેવા જોઈએ. ઇન્દિરા ગાંધી ઘણાં ક્ષેત્રોમાં સફળ થયા હતા. અન્ય કેટકલીક બાબતોમાં તેઓ સફળ થઈ શક્યા નહોતા. કટોકટી લાદવી એ મારી ભૂલ હતી એમ તેમણે કબૂલ કરીને તેઓ ફરી ક્યારેય તે નહીં લાદે એવી ખાતરી આપી હતી. તેમની શતાબ્દીની ઉજવણી નહીં કરવી એ બાબત શરમજનક છે. કઈ રાજ્યો સરકારો તેમની જન્મશતાબ્દી ઉજવે છે તે મને ખબર નથી. ઇન્દિરા ગાંધીની શતાબ્દી કૉંગ્રેસ પક્ષ પોતાની રીતે ઉજવે છે. જોકે ઇન્દિરા ગાંધીની જન્મશતાબ્દી નહી ઊજવવાની બાબત રશિયનો રશિયન ક્રાંતિની ઉજવણી કરવાનું વિસરી ગયા હોય એવું લાગે છે.
આર્થિક નીતિઓ નિષ્ફળ જવાને લીધે વડા પ્રધાન રોજગારીની નવી તકો ઊભી કરવામાં નિષ્ફળ નીવડયા છે. તેમણે હવે દસ લાખની સુટ પહેરવાનું છોડી દીધું છે અને દેશી પહેરવેશ અપનાવ્યો છે. તેઓ ગરીબોના મિત્ર હોવાનો દાવો કરે છે. પણ ગરીબો આ અંગે કેવો પ્રતિભાવ આપશે તે મને ખબર નથી એમ ચિદમ્બરમે ઉમેર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનો જન્મ 19મી નવેમ્બર 1917ના દિવસે અલાહાબાદમાં થયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer