મહારાષ્ટ્રમાં 2017માં સ્વાઇન ફલૂના કેસોમાં ફરી ઉછાળો

મહારાષ્ટ્રમાં 2017માં સ્વાઇન ફલૂના કેસોમાં ફરી ઉછાળો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : વર્ષ 2016માં સ્વાઇન ફ્લૂના કેસોમાં ભારે ઘટાડા બાદ આ વર્ષે ફરીથી તેમાં ભારે ઉછાળો આવ્યો છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 6113 કેસ નોંધાયા છે અને આ જીવલેણ રોગે અત્યાર સુધીમાં 744 લોકોના જીવ લઈ લીધા છે.
સ્વાઇન ફ્લૂ એચવનએનવન વાયરસથી ફેલાય છે. આના લક્ષણોમાં તાવ, કફ, શરીરમાં દુ:ખાવો, ઝાડા અને અશક્તિ વર્તાય છે. સ્ટેટ ડિરેક્ટોરેટ અૉફ હેલ્થ સર્વિસીસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે સ્વાઇન ફ્લૂના કેસોમાં થયેલા વધારા માટે વાતાવરણમાં આવેલો પલટો અને આ વાયરસની ઉગ્રતા જવાબદાર છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ભારે ફરકથી સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા છે. સામાન્ય રીતે સ્વાઇન ફ્લૂનો વધુ ફેલાવો ફેબ્રુઆરીથી એપ્રિલ અને જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે જોવા મળે છે.
સ્વાઇન ફ્લૂથી મૃત્યુ પામવાનો સૌથી પહેલો કેસ 2009માં પુણેમાં જોવા મળ્યો હતો જ્યારે 14 વર્ષની એક છોકરી તેનો ભોગ બની હતી. 2010થી 2017માં સ્વાઇન ફ્લૂના કેસ અને તેનાથી થયેલા મૃત્યુના આંકડા નીચે મુજબ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer