ઇન્વેસ્ટર્સ-વેપારીઓમાં ફરતા કેટલાક બિનસત્તાવાર સંદેશાઓ સામે બીએસઈની ચેતવણી


મુંબઈ, તા. 20 : અગ્રણ્ય શૅરબજાર બીએસઈના સત્તાવાળાઓએ રજિસ્ટર્ડ નહીં થયેલા કંપનીઓના શેરોમાં રોકાણ અને વેચાણ વધારવા સર્ક્યુલેટ કરતા સંદેશાઓ સામે ઇન્વેસ્ટરો અને વેપારીઓને ચેતવ્યા છે.
આથી જ ટ્રેડિંગ મેમ્બરોને વિનંતી કરાઈ રહી છે કે આવી માહિતીઓ કે ફરતા સંદેશાઓથી દૂર રહેવા પોતપોતાના ગ્રાહકોને ચેતવવા જોઈએ એમ બીએસઈના 17મી નવેમ્બરની નોટિસમાં જણાવ્યું છે.
ઉપરાંત એક્સ્ચેન્જે એ મુદ્દા પ્રત્યે પણ ધ્યાન ખેંચ્યું છે કે જો ટ્રેડિંગ મેમ્બરને શંકા આવે કે સોદા કરવાની સૂચિત પદ્ધતિમાં કંઈક કઢંગું છે આથી જે તે દલાલ-વેપારીએ કેવાયસી દસ્તાવેજોની ચકાસણી-તપાસ કર્યા પછી ગ્રાહક માટે પે-આઉટ છૂટ્ટું કરવું જોઈએ, જેમાં જે તે ગ્રાહકની જાહેર થયેલ આવક અને આવા ટ્રાન્ઝેક્શનોની કિંમતની ચુસ્ત ચકાસણી કરવી જોઈએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer