2018ના નાણાકીય વર્ષમાં બજેટ ખાધ વધશે


નવી દિલ્હી, તા. 20 : વર્ષ 2017-18ની અંદાજપત્રીય ખાધ નીચા ટૅક્સ તથા ઊંચા જાહેર ખર્ચાને કારણે નોંધનીય વધવાની શક્યતા છે. છતાં પણ સરકાર દ્વારા ટૅક્સ બેઝને વધારે વ્યાપક બનાવવા તથા ખર્ચની સક્ષમતાને વધારવા માટે લેવાયેલાં પગલાં આગળ જતાં તેને સાંકડી બનાવવામાં મદદ કરી શકે, એમ મૂડીઝે જણાવ્યું હતું.
મૂડીઝ માને છે કે ફિસ્કલ કન્સોલિડેશન માટેની સરકારની પ્રતિબદ્ધતા જળવાઈ રહી છે તથા ટકી રહેલો વૃદ્ધિદર તેને દેવાના ભારણમાં ઘટાડો કરવા સહાયરૂપ બની શકે છે. મૂડીઝે ભારતનું સોવરિન રેટિંગ વધાર્યું હતું અને કહ્યું હતું કે આર્થિક તથા સંસ્થાકીય સુધારણાના મોરચે સતત પ્રગતિ ભારતની ઊંચી વૃદ્ધિની સંભાવનાને વધારશે. ભારતનો ડેટ ટુ જીડીપી રેશિયો 68.6 ટકા છે. સરકારી પેનલે તેને 2023 સુધીમાં ઘટાડીને 60 કરવાની ભલામણ કરી છે. આ નાણાકીય વર્ષમાં સરકારી અંદાજપત્રીય ખાધ જીડીપીના 6.5 ટકા રહેવાની આગાહી કરાઈ છે જે પાછલાં બે વર્ષની સમકક્ષ ગણાય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer