માંસ નિકાસકારનાં પત્ની શોપિંગ પાછળ રૂા. ચાર કરોડ ખર્ચે છે

 
મુંબઈ, તા. 20 : માંસના વિવાદાસ્પદ નિકાસકાર મોની કુરેશીનાં પત્ની નસરીન યુરોપ અને અમેરિકામાં ઉડાઉ જીવન જીવી રહી છે. રામપુરસ્થિત કુરેશીની ગેરકાયદે નાણાં એકત્ર કરવાના અને ઘણા સરકારી અધિકારીઓને આનંદ-પ્રમોદની અૉફરો કરવાની રીતરસમોના આરોપ તળે અૉગસ્ટમાં ધરપકડ કરી હતી. નસરીન ચૅનલ, જિયોર્જીઓ આર્મની અને ડાયોર જેવા મોજશોખપ્રેરિત લેબલોનું વેચાણ કરે છે જે પાછળ રૂા. 4.3 કરોડનો ખર્ચ કર્યો હતો. તેણી ત્વચારોગ નિષ્ણાતો, ડેન્ટિસ્ટ્સ અને હેર સ્ટાઈલિસ્ટ્સની ટીમ ધરાવે છે એમ તેની સામેના આરોપનામામાં જણાવેલું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer