નિફ્ટી ફ્લેટ, સેન્સેક્ષમાં નજીવો સુધારો

 
મુંબઈ, તા. 20 : ગયા સપ્તાહના આખરનાં બંને સત્રોમાં ઉછાળો દાખવ્યા પછી આ નવા સપ્તાહના આરંભમાં શૅરબજારે `ફ્લેટ' ટ્રેન્ડ દાખવ્યો હતો. એટલે કે બેન્ચમાર્ક સેન્સેક્ષે બેતરફી વધઘટ સાથે આ લખાય છે ત્યારે 10 વાગ્યે 13 પૉઈન્ટના સુધારા સાથે તો નિફ્ટીએ પાંચ પૉઈન્ટનો ઘટાડો દાખવ્યો હતો. એશિયન બજારોની નરમાઈના અહેવાલ અને અમેરિકામાં ટૅક્સ રિફોર્મની અનિશ્ચિતતાએ શુક્રવારે ત્યાંના શૅરબજાર નરમાઈતરફી રહેતાં તેની અસરે સ્થાનિકમાં આજે લેવાલી માટે સાવચેતીનું માનસબળ જણાતું હતું. બજારના ખેલાડીઓની નજર હવે રાજ્યોની ચૂંટણીઓ તથા જીડીપી વૃદ્ધિના આંકડા પર ખોડાયેલી રહી. વર્તમાન સપાટીએ લેવાલી માટે સાવચેતી રહે એમ નિષ્ણાતોનું માનવું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer