જીએસટી દરમાં ઘટાડાનો લાભ ત્વરિત ગ્રાહકોને આપો અથવા કાર્યવાહી માટે તૈયાર રહો : અઢિયા


નવી દિલ્હી, તા. 20 : જીએસટીમાં ઘટાડો થયા પછી જે કંપનીઓએ તેનો લાભ ગ્રાહકો પર પસાર કર્યો નહીં હોય તેવી કંપનીઓ સાથે સરકાર કાનૂની કારવાઈ કરી શકે છે. આવી કંપનીઓમાં એફએમસીજી કંપનીઓ પણ સામેલ છે જેને તેના રિટેલરોને જીએસટીમાં કાપ પછી તેના પ્રોડક્ટ્સના ભાવ ઘટાડવા સૂચના આપી નથી.
એટલું જ નહીં દુકાનદાર અથવા કંપની એવો બચાવ પણ કરી શકશે કે નહીં કે તેની પાસેનો સ્ટોક પૂરો થઈ ગયો હોવાથી જે તે પ્રોડ્ક્ટના ભાવ જેમ છે તેમ ઊંચા જ રહેશે. કંપનીઓ ભાવમાં ફરક-ગાળા માટે ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો સરકાર સમક્ષ માગણી કરી શકે છે, એમ નાણાં સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું. આ માટે ધારા-ધોરણો બનાવાયાં છે. જૂનો સ્ટોક પૂરો થઈ ગયો હોવાથી કિંમતનો લાભ ગ્રાહકને આપવા જે તે કંપનીઓ નકારી શકે નહીં. 
કંપનીઓએ 15 નવેમ્બરથી નવી કિંમત વટાવવી જોઈતી હતી, એમ અઢિયાએ વધુમાં જણાવ્યું હતું.
જીએસટી કાઉન્સિલે આ મહિનામાં 178 ચીજો પર જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો હતો. હવે કંપનીઓએ જીએસટીના નફાખોરીનાં ધોરણોથી બચવું હશે તો તે કંપનીઓની જવાબદારી રહે છે કે દુકાનદારો ટૅક્સમાં કાપનો લાભ ગ્રાહક પર પસાર કરી દે અને આ સંદર્ભમાં પારદર્શકતા રાખવા તેને લગતી જાહેરખબરો આપે, જે ચીજો પર જીએસટી દર ઘટાડાયો છે તેમાં ડિટરજન્ટ, સેનેટરી વેર, સૂટકેસ, સૌંદર્ય પ્રસાધનો સાથે જોડાયેલા સામાન, ચોકલેટ, સંગેમરમર અને ગ્રેનાઈટ, વોલ પેપર, પ્લાયવૂડ અને સ્ટેશનરી સામાનો રહ્યાં છે અને નવી કિંમતો જણાવવાની જવાબદારી જે તે કંપનીઓની છે.
તો તે કંપનીઓ સરકારના નફાખોરી સામેના સપાટામાંથી બચી શકે છે. ગ્રાહક બાબતોના વિભાગે ઉત્પાદકોને તેના મહત્તમ ભાવમાં ફેરફાર કરવાને ડિસેમ્બર સુધીનો સમય આપેલો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer