કૉંગ્રેસ પ્રમુખપદે રાહુલ : આજે નિર્ણય

કૉંગ્રેસ પ્રમુખપદે રાહુલ : આજે નિર્ણય
 
નવી દિલ્હી, તા. 20 : કૉંગ્રેસ વર્કિંગ કમિટીની આજે સવારે અહીં મહત્ત્વની બેઠક મળી રહી છે. કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના 10 જનપથ સ્થિત નિવાસસ્થાને આ મિટિંગ થશે. સંભાવના છે કે મિટિંગમાં રાહુલ ગાંધીને કૉંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર મહોર મારવામાં આવે.
અહીં ઉલ્લેખ કરવો ઘટે કે કૉંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ સોનિયા ગાંધીને પક્ષની ચૂંટણીનું પ્રસ્તાવિત સમયપત્રક આપ્યું છે. તેના પર તેમણે વિચાર કરી લીધો છે. હવે કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાં તેના પર મહોર મારવામાં આવશે.
આ પછી આજની મિટિંગમાં નક્કી થઈ થશે કે રાહુલ ગાંધીને સત્તાવાર રીતે ક્યારે કૉંગ્રેસની કમાન સોંપવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં જ રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બની શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલના નામ પર મહોર મારવામાં આવ્યા પછી અધ્યક્ષપદની ચૂંટણી માટે કોઈ અન્ય નેતા ઉમેદવારીપત્રક નહીં ભરે તો રાહુલ ગાંધીનું બિનહરીફ ચૂંટાઈ આવવાનું નક્કી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer