કૉંગ્રેસની યાદી બાદ ગુજરાત `પાસ''માં ભડકો, ઠેર ઠેર તોડફોડ

કૉંગ્રેસની યાદી બાદ ગુજરાત `પાસ''માં ભડકો, ઠેર ઠેર તોડફોડ

અમદાવાદ, તા. 20 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. રવિવારે કૉંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીની 77 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેને લઇને કૉંગ્રેસના નેતા ભરતાસિંહ સોલંકીના ઘરે પાસના નેતા દિનેશ બાંભણિયા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ દ્વારા ભરતાસિંહ સોલંકીના ઘરને કોર્ડન કરવામાં આવ્યા હતા. અને પાસના બાંભણીયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. 
તો બીજી બાંભણીયા દ્વારા કરવામાં આવેલા આ વર્તનને લઇને સમગ્ર ગુજરાતમાં પાસ દ્વારા બાંભણીયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ભાવનગર, સુરત અને જૂનાગઢમાં બાંભણીયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના વર્તનને લઇને બાંભણિયાના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે. લલિત વસોયાને કૉંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં કૉંગ્રેસનાં કાર્યાલય પર પાસ દ્વારા તોડફોડ કરવામાં આવી છે. હળવદમાં પણ પાટીદારો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. મહેસાણા પાસના કન્વીનરો દ્વારા પણ બાંભણીયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer