આદિત્ય ઠાકરે ગુજરાતમાં સેનાના ઉમેદવારોની ડિપૉઝિટની ચિંતા કરે : શેલાર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : શિવસેનાએ મોટા ઉત્સાહથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો તો ઊભા કર્યા છે, પરંતુ તેમની ડિપૉઝિટ બચાવવાની ચિંતા આદિત્ય ઠાકરેએ પહેલા કરવી જોઈએ, પછી દેશ કેમ ચાલે છે એ અંગે તેમણે બોલવું જોઈએ, એવી ટીકા મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ શેલારે આજે કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને કેન્દ્રીય પ્રધાનમંડળ, ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો તેમ જ સેંકડો સાંસદો હાલ ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે ગયા છે ત્યારે દેશ કોણ ચલાવે છે? એવો પ્રશ્ન આદિત્ય ઠાકરેએ પૂછ્યો હતો તેના જવાબમાં શેલારે ઠાકરેને ઉપરોક્ત ટોણો માર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer