`માણસ છું ભૂલ થાય'' : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા.6:  `વડા પ્રધાન નરેન્દ્રભાઈથી વિપરીત હું તો માનવી છું અને તેથી મારાથી ય ભૂલ થાય અને ભૂલો જીવનને રસપ્રદ બનાવે છે' એવો ટોણો પીએમ નરેન્દ્ર મોદીને અનુલક્ષીને મારતા કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ જીવનાવશ્યક ચીજોના ભાવોની વાત કરવા જતાં ખામીભર્યા આંકડા 
ટવીટ કર્યા બદલ માફી ટવીટર વાટે માગી હતી. રાહુલના ટવીટમાં જીવનાવશ્યક ચીજોમાંના ભાવવધારાને ઝળકાવી ભાજપ સામે સવાલ કર્યો હતો અને તે સાથે ગેસ સિલિન્ડર, દાળ, ટમેટા, કાંદા, દૂઘ અને ડિઝલના ભાવોમાં વધારો થયાની ટકાવારી સૂચવતા આંકડા દર્શાવતું ટેબલ મૂકયુ હતું.
જો કે ટકાવારીના આંકડા એકસો ટકા વધુ-બમણા- સૂચવ્યા હતા (જેમ કે દાળના ભાવ કિલોએ રૂ. 4પમાંથી રૂ. 80 થયા, એ રીતે તેમાં 77 ટકાનો વધારા છતાં રાહુલે ટવીટ કરેલા ટેબલમાં 177 ટકા વધારો થયાનું સૂચવાયું હતું.)
(પછી જો કે રાહુલનું એ ખામીભર્યુ ટવીટ રદ કરી સુધારાયેલું ટેબલ મુકાયું હતું)

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer