લશ્કરી દળોને રાજકારણથી અલગ રાખો : રાવત

નવી દિલ્હી, તા. 6: મિલિટરીના  રાજકીયકરણ વિશે ચિંતા વ્યક્ત કરતા આર્મીના વડા જનરલ બિપીન રાવતે આજે સ્પષ્ટપણે કહ્યું હતું કે આપણા સંરક્ષણ દળો ધર્મનિરપેક્ષ માહોલમાં રહી શ્રેષ્ઠપણે કામ કરે છે અને તેને કોઈ રીતે રાજકારણથી અળગા રાખવા રહ્યા.
એ જરૂરી છે કે ગતિશીલ લોકશાહી માટે મિલિટરીને રાજકારણથી દૂર રહે એમ જણાવી રાવતે ઉમેર્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી લશ્કરનું રાજકીયકરણ જોવા મળી રહ્યંy છે. મને લાગે છે કે આપણે ઘણા ધર્મનિરપેક્ષ માહોલમાં કાર્યરત છીએ. આપણી લોકશાહી ઘણી જ ધબકતી છે, જેમાં લશ્કરને રાજકારણથી છેટું રાખવું જોઈએઁ એમ રાવતે યુનાઈટેડ સર્વિસ ઈન્સ્ટીટયુશન યોજિત કાર્યક્રમ ખાતે જણાવ્યું હતું.
આર્મી વડાએ ટકોર કરી હતી કે એ મજાનો સમય હતો કે જ્યારે દળોમાં મહિલા અને રાજકારણ કયારે ય ન ચર્ચવાનું ધોરણ હતું, ધીમેધીમે આ વિષયો સંભાષણોમાં પેસતા ગયા, પણ આ ટાળવું રહ્યું.
જયા રાજકીય હસ્તી આવવાની હોય ત્યારે કોઈ પણ લશ્કરી સંસ્થાન કે લશ્કરી કર્મીને તે સાથે જોડવાનો મુદ્દો નિવારવો એ જ શ્રેષ્ઠ રહે. સંરક્ષણ દળ રાષ્ટ્રની રાજકીય બાબતોમાં ચંચુપાત ન કરે તો જ અસરદાર ભૂમિકા ભજવી શકે એમ રાવતે જણાવ્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer