ખેડૂતોને પછી વકરો એટલો નફો - લોનનું વ્યાજ અને વીજબિલ બન્ને માફ - નરેન્દ્ર મોદી

ખેડૂતોને પછી વકરો એટલો નફો - લોનનું વ્યાજ અને વીજબિલ બન્ને માફ - નરેન્દ્ર મોદી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.6: હું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીને અને ગુજરાત ભાજપને અભિનંદન આપું છું.  તેમણે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે જેનો લાભ ભવિષ્યમાં મળશે. ખેડૂતો જે લોન લેશે તેના વ્યાજના તમામ હપ્તા ગુજરાત સરકાર ભરશે. વ્યાજનો બોજ નહીં રહે અને હવે બીજો પણ નિર્ણય ભારત સરકાર વિચારી રહી છે સોલાર પંપનો, જેથી વીજબિલ ખેડૂતોને નહીં આવે એટલે ખેડૂતોને લોનના વ્યાજનો બોજો નહીં અને વીજળીનાં બિલનો પણ બોજો નહીં એટલે ખેડૂતોને વકરો એટલો નફો જ રળવાનો છે.
તેમણે કહ્યું કે કેટલાક લોકો અમારી ઉપર ગંભીર આક્ષેપો કરે છે, પરંતુ કૉંગ્રેસ પક્ષ વખતે ગરીબોનાં કોઇ કામ થયાં ન હતાં. ભાજપના શાસનમાં જનધન યોજના લાવ્યા અને તેમાં ગરીબોએ 37  કરોડ ખાતાં ખોલાવ્યાં અને તેમાં 70,000 કરોડથી વધુ રૂપિયા જમા કરાવ્યા. આટલી મોટી રકમની બચત કરી,  જે ગરીબની સેવા કરી છે. ધોલેરા મારા જન્મ પહેલાં પણ હતું. તેનો પહેલાની કોઇ સરકારે વિકાસ કરવા વિચાર્યુ નથી. જાહોજલાલી પાછી લાવવા માટે ભાજપને જંગી બહુમતીથી જીતાડજો. બોટાદ, ધોળકા અને ધંધૂકામાં ભાજપતરફી કમળને ભારે મતદાન કરજો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer