ડેવિડ ધવન બનાવશે `ચાલબાઝ''ની રિમેક

ડેવિડ ધવન બનાવશે `ચાલબાઝ''ની રિમેક
સુપર-હીટ ફિલ્મ `ચાલબાઝ' લગભગ ત્રણ દાયકા પૂર્વે રિલીઝ થઈ ત્યારે ખૂબ જ હીટ નીવડી હતી. તેનું દિગ્દર્શન પંકજ પરાશરે કર્યું હતું અને તેમાં શ્રીદેવીના ડબલ રોલની ભારે પ્રશંસા થવાની સાથોસાથ રજનીકાંત તેમ જ સન્ની દેઓલની ભૂમિકાઓના પણ ભારોભાર વખાણ કરવામાં આવ્યા હતા.
હવે ડેવિડ ધવન છેલ્લાં લગભગ વરસેકથી આ ફિલ્મની રિમેક બનાવવાનું વિચારી રહ્યા છે. વધુમાં `જુડવા-2'ની અદ્ભૂત સફળતાએ તેમના આ ઉત્સાહને બમણો કરી નાખ્યો છે. જોકે, `ચાલબાઝ'ની આ રિમેકને હવે આધુનિક્તાના વાઘા પહેરાવવામાં આવશે, એમ બૉલીવૂડના સૂત્રોનું માનવું છે. જોકે, મીડિયાના કેટલાક પત્રકારોએ આ મુદ્દે જ્યારે ડેવિડને સીધેસીધો સવાલ પુછ્યો તો તેણે ચહેરા પર રહસ્યમય સ્મિત ફરકાવીને ચાલતી પકડી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer