ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનો કાર્યક્રમ ``રઢિયાળી રાત'' ડીડી ગિરનાર પર

ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનો કાર્યક્રમ ``રઢિયાળી રાત'' ડીડી ગિરનાર પર
આપણી સંસ્કૃતિ અને સાહિત્યની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત તેમ જ પ્રેરિત થાય એ હેતુથી ગુજરાત શૈક્ષણિક ટેકનૉલૉજી ભવન (જીઆઈઈટી) અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા પ્રેરક કાર્યક્રમનું નિર્માણ કરાયું છે. ઝવેરચંદ મેઘાણીનું 121મી જન્મજયંતી વર્ષ ચાલી રહ્યું છે તેથી આ કાર્યક્રમનું સવિશેષ મહત્ત્વ છે. ડી.ડી. ગિરનાર પર બે ભાગમાં સાતમી અને આઠમી ડિસેમ્બરે સવારે સાડા નવ વાગ્યે `રઢિયાળી રાત' પ્રસારિત થશે, જેનું પુન: પ્રસારણ બપોરે 2.30 વાગ્યે થશે.    
ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભાસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે `રઢિયાળી રાત'નાં ગીતોની રમઝટ બોલાવી છે. ચાંદો ઉગ્યો ચોકમાં, કાન તારી મોરલી, સોના વાટકડી રે, જોડે રહેજો રાજ, સવા બશેરનું મારું દાતરડું, જોબનિયું આજ આવ્યું, શરદ પૂનમની રાતડી, અડવડ દડવડ નગારાં વાગે, ઝૂલણ મોરલી વાગી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, દાદા હો દીકરી, બાર બાર વરસે નવ્વાણ ગળાવિયાં, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર લોકગીતો કુલ પાંચ એપિસોડની શ્રેણીમાં રજૂ થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer