શ્રદ્ધા અને રાજકુમારની જોડી જામશે

શ્રદ્ધા અને રાજકુમારની જોડી જામશે
આગામી વર્ષ 2018માં બૉલીવૂડમાં હીરો-હીરોઈનની નવી નવી જોડીઓ સિનેપ્રેમીઓને જોવા મળશે. આવી જ એક જોડી છે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની. જેઓ દીનેશ વિજન અને કૃષ્ણા ડીકે-રાજ નીદીમોરુ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવનારી ફિલ્મમાં એકસાથે દેખાશે. દીનેશ વિજન ફિલ્મ `ગો ગોવા ગોન' ફિલ્મ બાદ ફરી એક વખત રાજ અને ડીકે સાથે જોડાવાનો છે.
આ ત્રિપુટીએ લગભગ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે તેઓ આ અન્ટાઈટલ્ડ હોરર કૉમેડીમાં એ-લિસ્ટની હીરોઈનને લેશે અને તેને આધારે તેમણે પસંદગીનો કળશ શ્રદ્ધાને પર ઢોળ્યો. બીજી તરફ શ્રદ્ધાને પણ પ્રથમ નેરેશન બાદ જ ફિલ્મની ક્રિપ્ટ ખૂબ જ ગમી જવાથી તેણે તુરત જ આ ભૂમિકા કરવાની હા પાડી દીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer