ટીમ ઇન્ડિયાએ સતત 9 ટેસ્ટ શ્રેણી જીતી રેકર્ડ કર્યોં

નવી દિલ્હી, તા.6: શ્રીલંકા વિરૂધ્ધનો ત્રીજો અને આખરી ટેસ્ટ ડ્રો થવાની સાથે જ ભારતીય ટીમે 1-0થી ટેસ્ટ શ્રેણી પર કબજો જમાવ્યો છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ સતત નવ ટેસ્ટ શ્રેણી જીતીને ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી છે. ખાસ વાત એ છે કે આ તમામ નવ શ્રેણી ભારતે વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ જીતી છે. કોહલી જ્યારથી નિયમિત કેપ્ટન બન્યો છે ત્યારથી ટીમ ઇન્ડિયાએ કોઇ સિરીઝ ગુમાવી નથી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer