એશિઝમાં ઓસિ. 2-0થી આગળ

એશિઝમાં ઓસિ. 2-0થી આગળ
બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનો પરાજય
એડિલેડ, તા.6: બીજા એશિઝ ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે 120 રને જીત મેળવીને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઇ મેળવી લીધી છે. 3પ4 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને પડેલી ઇંગ્લેન્ડની ટીમ આજે મેચના આખરી દિવસે તેના બીજા દાવમાં 233 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
ઓસિ. તરફથી સ્ટાર્કે પ વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડને આજે જીત માટે 178 રન કરવાના હતા અને તેની 6 વિકેટ હાથમાં હતી. પરંતુ ઇંગ્લેન્ડનો સુકાની જો રૂટ 67 રને વોકસ પ રને આઉટ થતાં ઓસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત બની ગઇ હતી. બેયરસ્ટોએ 36 રન કર્યાં હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer