અમેરિકામાં બૅન્ક ખાતાં ધરાવતી વ્યક્તિઓને આવકવેરા વિભાગની નોટિસ


નવી દિલ્હી, તા. 7 : આવકવેરા વિભાગે અમેરિકામાં બૅન્ક ખાતાં ધરાવતી વ્યક્તિઓને પૂછપરછ કરવા માટે નોટિસ ફટકારી છે અને શંકા જણાશે તો ટૅક્સ વિભાગ બ્લેક મની છુપાવવાના આરોપ સાથે કાર્યવાહી શરૂ કરશે. આ ટૅક્સ વિભાગે અમેરિકા દ્વારા ફોરેન એકાઉન્ટ ટૅક્સ કમ્પલાયન્સ ઍક્ટ હેઠળ આપવામાં આવતી માહિતી પર કાર્યવાહી શરૂ કરી છે.
સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ થોડાં વર્ષ પહેલા ભારત પાછા ફરેલા બહુરાષ્ટ્રીય કંપનીના ટોચના એક એક્ઝિક્યુટીવને તેના અમેરિકાના બૅન્ક ખાતામાં જમા થયેલા ડિવિડન્ડ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. એવી જ રીતે અમેરિકામાં આર્થિક લેવડદેવડ કરનારા અન્ય કેટલાક સિનિયર એક્ઝિક્યુટિવ્સને પણ ડાયરેકટરેટ જનરલ અૉફ ઇન્કમ ટૅક્સ (ઇન્ટેલિજન્સ અને ફોજદારી તપાસ)ની નોટિસ મળી છે. અમેરિકામાં રહેલા લોકોની ડિવિડન્ડ અને વ્યાજની આવક પર તેમ જ ડિપોઝિટ અંગેની પૂછપરછ કરી રહેલ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer