અપહરણ કેસની તપાસમાં પોલીસે શોધ્યું કાળાં નાણાં સફેદ કરવાનું કૌભાંડ

 
મુંબઈ, તા. 7 : શહેરની પોલીસને અપહરણ અને નાણાં પડાવવાના કિસ્સાની તપાસ કરતા એક ટ્રસ્ટ અને ખાનગી કંપની કાળાં નાણાંને ધોળા કરવાની પદ્ધતિમાં ગળાડૂબ હોવાનું જાણવા મળ્યું છે. આ કૌભાંડ પર્દાફાશ કરવાનું એક એજન્ટ અમોલ નવલકર (35 વર્ષ)એ ટ્રસ્ટના એક માર્કેટિંગ પ્રતિનિધિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મરીન ડ્રાઈવના પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તાજેતરમાં આ માર્કેટિંગ પ્રતિનિધિ સાગર હિંદુરાવ પાટીલની તાજેતરમાં ધરપકડ કરી હતી.
આ એક જાતની એવી પદ્ધતિ છે કે જેમાં કંપની એક ટ્રસ્ટને દાન આપે છે જે તેમાંનો ચોક્કસ હિસ્સો પોતાની પાસે રાખી બાકીનો રોકડેથી પરત કરવામાં આવે છે. કંપની આ રોકડનો બે નંબરી ટ્રાન્ઝેકશનોમાં ઉપયોગ કરી શકે છે અને કરેલા કુલ દાન પર રિબેટ પણ મેળવે છે.
પાટિલ કોલ્હાપુરના વતની છે. તેમના પર અપહરણ, ગેરરીતિપૂર્વક બંધનમાં રાખવા અને નાણાં પડાવવાના તેમ જ ધમકી આપવાના આરોપો મુકાયેલાં છે. નવલકરે આક્ષેપ કર્યા છે કે જુલાઈમાં તેમની પાટિલ અને બીના વિજય પાંડે સાથે ઓળખાણ કરાઈ હતી. તેઓએ નવલકરને એમ કહ્યું હતું કે તેઓ કર્ણાટકના ટ્રસ્ટના એજન્ટો છે અને કાળાં નાણાંને ધોળા બનાવવામાં સહાયભૂત બની શકે છે.
પાટલે નવલકરને કહ્યું હતું કે ટ્રસ્ટ પાસે રૂા. 100 કરોડ રોકડ ધોળાં નાણાં છે, જ્યારે પાંડેએ દાવો કર્યો હતો કે એક કંપની છે જે રૂા. 250 કરોડ જેટલા કાળાં નાણાંને ધોળા કરવા માગે છે. આ વાતચીત થકી તેઓએ એક સોદો કર્યો છે, જેમાં ટ્રસ્ટ રૂા. 250 કરોડનું દાન સામે કંપનીને રૂા. 100 કરોડ પરત કરશે, એમ તપાસ કરતા અૉફિસર સચિન ધાટેએ કહ્યું હતું. ટ્રસ્ટે આ સોદામાં પાટીલને રૂા. 10 લાખનું કમિશન આપવાનું વચન આપ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer