જો કૉંગ્રેસ જીતશે તો CM પરેશ ધાનાણી હશે : હાર્દિક


ગાંધીનગર, તા. 7 : `પાસ' નેતા હાર્દિક પટેલે અમરેલીમાં અનામત તથા ખેડૂતોને પડતી તકલીફો વિશેની જાહેર સભા સંબોધતા જાહેરમાં નિવેદન કર્યુ છે કે, અમરેલીના કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ધારાસભ્ય (એમએલએ)ના ઉમેદવાર નહિ, પરંતુ મુખ્ય પ્રધાનના ઉમેદવાર છે. ખેડૂતના દીકરાને મુખ્ય પ્રધાન બનાવવો જોઇએ, જ્યારે ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં આપણે છેલ્લાં 25-25 વર્ષોથી મુર્ખ અને નપુંસક જેવા ધારાસભ્યો બેસાડી રાખ્યા હોવાનું હાર્દિક પટેલે જાહેર સભામાં નિવેદન કર્યું છે.
હાર્દિકના નિવેદનથી સમગ્ર રાજ્યનું વાતાવરણ ગરમાયું છે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લો રાજકારણનું એપી સેન્ટર છે, દર વખતે અમરેલીના કૃષિમંત્રી હોય છે. 
પરંતુ તેમ છતા ખેડૂતો પાયમાલ થયા છે, જેથી આ વખતે અમરેલી શહેર રાજ્ય સરકાર હવે ખેડૂતના દીકરાને મુખ્ય પ્રધાન બનાવવાનો જનાધાર અમરેલીની જનતા પાસેથી માગવામાં આવ્યો છે, જ્યારે ભરત સોલંકીને કોઇ વાંધો તો નથી તેના જવાબમાં ના ના કોઇ વાંધો ના હોઇ શકેનો પ્રતિઉત્તર હાર્દિક પટેલે આપ્યો હતો, જ્યારે હાર્દિક પટેલના નિવેદન પર કૉંગ્રેસના પ્રમુખ ભરતાસિંહ સોલંકીને પૂછવામાં આવ્યું ત્યારે ભરતાસિંહ સોલંકીએ હાર્દિક પટેલના નિવેદન પર કંઇ પણ બોલ્યા વગર `નો કોમેન્ટ'નો જવાબ આપ્યો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer