શાહજાદ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે

શાહજાદ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે
 
નવી દિલ્હી, તા. 7 : કૉંગ્રેસ અને રાહુલ ગાંધીના પ્રખર ટીકાકાર બનેલા શાહજાદ પુનાવાલા હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરશે. તેઓ ગુજરાતમાં રાહુલ વિરુદ્ધ મોરચો ખોલવાના છે. પુનાવાલા 8મી ડિસેમ્બરથી રાજકોટમાં ભાજપના પ્રચારનો આરંભ કરશે. પુનાવાલાનું કહેવું છે કે તેઓ કૉંગ્રેસના પરાજય અને ભાજપના વિજય માટે હવે પોતાની તમામ શક્તિ લગાડશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer