ટીમ ઇન્ડિયાના નામે કેટલાક ન ગમતા રેકર્ડ બન્યા


પહેલીવાર 17 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ

ધર્મશાલા, તા.10: શ્રીલંકા વિરૂધ્ધના પહેલા વન ડે મેચમાં ટીમ ઇન્ડિયા માત્ર 112 રનમાં ઢેર થઇ ગઇ હતી. ભારતીય ટીમની આ ઇનિંગ દરમિયાન તેના સૌથી ઓછા સ્કોરનો ખતરો મંડરાઇ રહ્યો હતો. એક સમયે ભારતે 27 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતનો વન ડેમાં સૌથી ઓછો સ્કોર શ્રીલંકા સામે જ 54 રનનો રહ્યો છે. આ મેચમાં ભારતીય ટીમે કેટલાક ન ગમતા રેકોર્ડ બનાવ્યા છે. જે આ મુજબ છે.
એક સમયે ભારતે 16 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. વન ડે ઇતિહાસમાં ભારતનો 5 વિકેટે આ સૌથી ઓછો સ્કોર બની રહ્યો હતો. આ પહેલા 34 વર્ષ પહેલા 1983માં વર્લ્ડ કપમાં ભારતની ઝિમ્બાબ્વે સામે 17 રનમાં પ5વિકેટ પડી ગઇ હતી. આ પછી કપિલ દેવે 175 રનની ચમત્કારિક ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી.
ભારતના ટોચના 5 બેટધર બે આંકડા પર પણ પહોંચી શકયા ન હતા. આ પાંચમો મોકો છે. જ્યારે પાછલા 15 વર્ષમાં આવું પહેલીવાર થયું છે. જ્યારે પહેલી 10 ઓવર પૂરી થતાં ભારતે આજે 3 વિકેટે 11 રનનો સ્કોર કર્યોં હતો. જે 2001 બાદ સૌથી ઓછો છે. આ પહેલા 2002માં ભારતે ન્યુઝીલેન્ડ સામે 10 ઓવરમાં 2 વિકેટે 16 રન કર્યાં હતા. પહેલી 5 ઓવરમાં બે રનમાં બે વિકેટ. આવી સ્થિતિ પણ 2001 પછી પહેલીવાર થઇ.  દિનેશ કાર્તિક 18 દડા રમીને પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો. આ પહેલા આ રેકોર્ડ એકનાથ સોલકરના નામે હતો. સોલકર 1974માં ઇંગ્લેન્ડ સામે 17 દડા રમીને 0માં આઉટ થયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer