બે દિવસથી ગુમ ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદાનો મળ્યો મૃતદેહ

બે દિવસથી ગુમ ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદાનો મળ્યો મૃતદેહ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.10: બે દિવસથી ગુમ ક્રિક્ઁટર જસપ્રીત બુમરાહના દાદા સંતોકસિંહ બુમરાહનો મૃતદેહ અમદાવાદમાં ગાંધી બ્રીજ પાસેથી  સાબરમતી નદીમાંથી  મળ્યો છે. 
મળતી માહિતી પ્રમાણે,ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદાને ક્રિકેટર પૌત્રને મળવા દેવાની અને તેનો મોબાઇલ નંબર આપવાની ના પાડતા તેમને મનમાં લાગી આવ્યુ ંહતું. જેથી તેઓ શુક્રવારથી અમદાવાદમાં ગુમ થયાની ફરિયાદ વત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. 
વત્રાપુર સંજીવની હોસ્પિટલ નજીક આવેલા સોનલ એપાર્ટમેન્ટમાં રહેતી તેમની પુત્રી રજીદ્રકોર સંતોકસિંગ બુમરાહે વત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારા પિતાજી સંતોકસિંગ ઉત્તમસિંગ બુમરાહ (ઉ.વ.84) ગુમ થઇ ગયા છે. સંતોકસિંગ ગુજરાતી, અંગ્રેજી, હિંદી અને પંજાબી ભાષા જાણે છે.
દરમિયાન થલતેજ ગોયલ ઇટરસિટી  ખાતે રહેતી રજીદ્રકોરની ભાભી દલજીતકોર જસવીરસિંગ બુમરાહનો પુત્ર જસપ્રીત બુમરાહ ક્રિક્ઁટર છે. તેને ત્રણેક દિવસ પહેલા તેના દાદા સંતોકસિંગ ઉત્તમસિંગ બુમરાહ ઉત્તરાખંડથી મળવા આવ્યા હતા પરંતુ તેમને જસપ્રિતની માતા દલજીતકૌરે મળવાની ના પાડી હતી અને તેનો મોબાઇલ નંબર પણ આપવાની ના પાડતા દાદાને મનમાં લાગી આવ્યું હતું. મનમાં લાગી આવતા 84 વર્ષના દાદા ગત 8 ડિસેમ્બરે બપોરના દોઢ વાગ્યે ઘરથી કોઇને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા. દરમિયાન ગાંધી બ્રીજ પાસે સાબરમતી નદીમાંથી તેમનો મૃતદેહ મળતા જસપ્રિત બુમરાહના પરિવારજનો અને વત્રાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer