દંગલની અભિનેત્રી ઝાયરા વસીમની વિમાનમાં છેડતી : મહિલા પંચે કરી તપાસની માગ

દંગલની અભિનેત્રી ઝાયરા વસીમની વિમાનમાં છેડતી : મહિલા પંચે કરી તપાસની માગ

મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : ફિલ્મ `દંગલ'ની અભિનેત્રી ઝાયરા વસીમે દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં સહયાત્રી દ્વારા કથિતપણે પોતાની છેડતીનો આક્ષેપ કરતાં મહારાષ્ટ્ર રાજ્ય મહિલા (આયોગ) પંચે આ શરમજનક ઘટનાની તપાસ યોજવાની માગણી કરી હતી.
પોલીસે આ મામલે અજ્ઞાત શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જ્યારે ઍરલાઇન વિસ્તારાએ આ ઘટના બદલ વસીમની માફી માગતા તેની તપાસ કરાશે એમ જણાવ્યું હતું.
`દંગલ'ની આ અભિનેત્રીએ પોતાની કરાયેલી છેડતી અંગેનો લાઇવ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકી યાતના વર્ણવી હતી.
આ ઘટનામાં આરોપી વિરુદ્ધ `પોક્સો' ધારા હેઠળ કારવાઈ કરાશે એમ પોલીસે જણાવ્યું હતું. દરમિયાન ઍરલાઇને જણાવ્યું હતું કે તેણે આ અંગેનો પ્રાથમિક અહેવાલ પહેલાં જ ડીજીસીએને સોંપી દીધો છે.
વિસ્તારા ઍરલાઇને આને ખેદજનક અને કમનસીબ ઘટના ગણાવી વસીમની માફી માગી હતી.
વસીમ ગઈરાતે દિલ્હીથી મુંબઈ આવી રહી હતી ત્યારે તેની પાછળ બેઠેલા સહપ્રવાસીએ પોતાના પગ વસીમની બેઠક પર મૂકયા હતા. વસીમે જારી કરેલા વીડિયોમાં તેને આ ઘટનાથી હતપ્રભ થઈ વારંવાર રડતી દેખાડવામાં આવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer