ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 66.75 : સૌથી વધુ તાપી જિલ્લાનું 78.56 ટકા

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 66.75 : સૌથી વધુ તાપી જિલ્લાનું 78.56 ટકા

ચૂંટણી પંચે જાહેર કર્યા સત્તાવાર આંકડા

વિક્રમ સોની તરફથી
અમદાવાદ, તા. 10 : ગુજરાતમાં ગઇકાલે 19 જિલ્લામાં 89 બેઠકો માટે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું.સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 66.75 ટકા મતદાન થયું હતું અર્થાત 2012ની ચૂંટણી કરતાં સવા ચાર ટકા મતદાન ઓછું થયું છે. તે જોતા ભાજપ માટે થોડી ચિંતા વધશે એવું લાગે છે.
જિલ્લાવાર મતદાનના આંકડા જોઇશું તો કચ્છ જિલ્લામાં  63.95 ટકા જે ગત ચૂંટણીમાં 67.77 ટકા હતું અર્થાત એકંદર  છ ટકા મતદાન ઘટયું, સુરેન્દ્રનગર જિલ્લામાં 65.27 થયું જે ગત ચૂંટણીમાં 69.79 ટકા હતું અર્થાત અહીં પણ 4 ટકા ઘટયું, મોરબી નવો જિલ્લો છે તેમાં આ વખતે પ્રથમવાર-73.19 ટકા, રાજકોટ જિલ્લો 66.78, જે ગત ચૂંટણીમાં 71 ટકા હતું જ અર્થાત અહીં 5 ટકા મતદાન ઘટયું. જામનગર જિલ્લો 64.12 ટકા જે ગત ચૂંટણીમાં 68.47 ટકા હતું જ્યાં પણ ચાર ટકા મતદાન ઘટયું, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વખતે પ્રથમવાર   મતદાન થયું છે જેમાં-59.39 ટકા મતદાન થયું છે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer