પાકિસ્તાન કેમ અહેમદ પટેલને ગુજરાતનાં મુખ્ય પ્રધાન બનાવવા માગે છે?

પાકિસ્તાન કેમ અહેમદ પટેલને ગુજરાતનાં મુખ્ય પ્રધાન બનાવવા માગે છે?

વડા પ્રધાન અને કૉંગ્રેસના ઉપપ્રમુખ ગુજરાતના કુરુક્ષેત્રમાં

મોદીનો કૉંગ્રેસ પર ગંભીર આરોપ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,વડોદરા તા.10: હવે ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચારમાં ગુજરાત ધમરોળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાલનપુર, સાણંદ, કાલોલ અને વડોદરામાં એમ ચાર જનસભા સંબોધી હતી. જેમાં કોંગ્રેસ વિરુદ્ધ તીખો તેવર વધુ આક્રમક બનેલો જોવા મળ્યો. મણિશંકર ઐયરનાં ઘેર પાકિસ્તાનનાં અધિકારીઓની એક ગુપ્ત બેઠક યોજાઈ હોવાનો ગંભીર આરોપ લગાવતાં વડાપ્રધાને હુમલો કર્યો હતો કે પાકિસ્તાન સેના અને ગુપ્તચર એજન્સીઓનાં ઉચ્ચ પદો ધરાવતા લોકો ગુજરાતમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાની વાતો શા માટે કરે છે? આખરે આનો અર્થ શું થાય? આટલું જ નહીં રાહુલ ગાંધી હવે કોંગ્રેસનું અધ્યક્ષસ્થાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે આ વિશે કટાક્ષ કરતાં મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસમાં નવી પેઢી તો આવી ગઈ પણ હજી નવીનતા આવી નથી.
વડાપ્રધાન મોદીએ વિકાસ સંદર્ભે વારંવાર કોંગ્રેસ દ્વારા કરાતા આક્ષેપોનો સીધો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, કોંગ્રેસવાળાને વિકાસ શુ કહેવાય તેની ગતાગમ નથી, જેમને વિકાસનો વ પણ નથી આવડતો નહીં અને જેમણે ભ્રષ્ટાચારને જ આ દેશમાં શિષ્ટાચાર બનાવી દીધો નહીં તો, દેશની આ દશા જ ન થઇ હોત! એવા ખાડા કરીને ગયા છે કે છેલ્લા 3 વર્ષથી ખાડા ભરવામાં જ મંડયો છું. તેઓ કદી આ દેશનું ભલુ ન કરી શકે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer