બીજા તબક્કાનાં મતદાન પહેલાં મોદીની ટ્વીટથી ભાવુક અપીલ

નવી દિલ્હી, તા. 1ર : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર મંગળવારે સાંજે પૂર્ણ થઈ ગયો છે. એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પછી એક ટ્વિટ કરીને ગુજરાતની પ્રજાને ભાવુક અપીલ કરી હતી. મોદીએ ટ્વિટ કર્યું હતું કે, `ભાઈઓ-બહેનો 14મીના દિવસે ભાજપ માટે વિક્રમી મતદાન કરીને બહુમતી આપીને દરેક બૂથ પર જીત સુનિશ્ચિત કરો.'
વિપક્ષ સામે જૂઠ ફેલાવવાનો આરોપ મૂકતાં વડાપ્રધાને કહ્યું કે, `િવપક્ષે ગુજરાત અને મારા પર અનેક પ્રકારના આરોપો લગાડયા છે, જેની મેં કલ્પના પણ નહોતી કરી. એનાથી ગુજરાતી પણ આહત થયા છે. આ જૂઠ  અને નકારાત્મકતાનો ગુજરાતીવાસીઓ જવાબ આપે.'
તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, `કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર મળીને કામ કરશે. અમારી જોડી એક ને એક બે નહીં, પણ 11 હશે. ચૂંટણી પ્રચાર દરમ્યાન ગુજરાતવાસીઓએ મને બેહદ પ્રેમ આપ્યો છે. આ વહાલે મને તાકાત અને સાહસ આપ્યું છે.'

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer