દાગી ધારાસભ્યોના કેસનો નિવેડો લાવવા 12 ખાસ કોર્ટ ચલાવવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

દાગી ધારાસભ્યોના કેસનો નિવેડો લાવવા 12 ખાસ કોર્ટ ચલાવવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
કલંકિત નેતાઓની મુસીબત વધશે
નવી દિલ્હી, તા. 12 : દેશના કલંકિત ધારાસભ્યો- સાંસદોની મુશ્કેલી વધારતા ઘટનાક્રમમાં કેન્દ્ર સરકારે આવા નેતાઓના અપરાધી કેસોના નિકાલ માટે મોટું પગલું ભરતાં 12?ખાસ અદાલત ચલાવવાની સહમતી આપી છે.
આ ખાસ અદાલતોમાં દાગી નેતાઓના લગભગ 1571 કેસો પર સુનાવણી કરાશે. આ મામલાઓ 2014 સુધીમાં તમામ નેતાઓએ રજૂ કરેલાં તેમનાં સોગંદનામાંના આધારે થયા છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, આ કેસોનો નિકાલ એક વરસની અંદર થઈ જવો જોઈએ. કાયદાપ્રધાન તરફથી દાખલ સોગંદનામામાં આ વાતને સમર્થન અપાયું છે.
ખાસ ઉલ્લેખનીય છે કે અગાઉ સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમ્યાન ચૂંટણીપંચે કલંકિત નેતાઓ પર આજીવન પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.
જો કે, કેન્દ્ર સરકારે આ માગણી ફગાવી દેતાં છ વરસનો પ્રતિબંધ લાગુ કરવાની વકીલાત કરી હતી. ગુજરાત-હિમાચલ ચૂંટણીમાં મતદાનથી બરાબર પહેલાં પણ સુપ્રીમે દાગી નેતાઓને ફટકો આપ્યો હતો.
તાજેતરમાં 4852 ધારાસભ્યો - સાંસદોનાં સોગંદનામાંનો અભ્યાસ કરતા એડીઆર દ્વારા એક અહેવાલ જારી કરાયો હતો.
આ અહેવાલ અનુસાર, જે પ1 લોકપ્રતિનિધિનાં સોગંદનામામાં મહિલા પર અપરાધની વાત સ્વીકારાઈ છે, તેમાં ત્રણ સાંસદ અને 48 ધારાસભ્ય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer